શિયાળાની ઋતુમાં બજારમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉપલબ્ધ હોય છે. જેમાં ડુંગળીનો પણ સમાવેશ થાય છે. તો આજે આપણે વાત કરીશું ડુંગળી પર.
સોર્સ : Google
લોકો સામાન્ય રીતે ડુંગળી ખરીદતી વખતે સડો તપાસે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલીક ડુંગળી પર કાળા ડાઘ અથવા છટાઓ હોય છે? આ ડાઘ ક્યાંથી આવે છે? આ ડાઘ શું કહેવાય છે? તો ચાલો આજે આપણે તેના વિશે જણીએ.
સોર્સ : Google
એક અહેવાલ મુજબ, ડુંગળીમાં સલ્ફ્યુરિક સંયોજનો હોય છે જે આંખોમાં આંસુ લાવવામાં મદદ કરે છે. તેથી જ ડુંગળી સમારતી વખતે આપણી આંખોમાં આંસું આવી જતા હોય છે.
સોર્સ : Google
જો તમારે આનાથી બચવું હોય તો ડુંગળી કાપતા પહેલા તેને થોડી વાર માટે પાણીમાં પલળવા દો અને તેના મૂળને છેડો કાપી નાખો. જેથી તમને આંખોમાં બળતરા નહીં થાય.
સોર્સ : Google
અહેવાલો અનુસાર, ડુંગળી પર કાળા ડાઘ એ એસ્પરગિલસ નાઇજર નામની ફૂગને કારણે થાય છે, જે જમીનમાં જોવા મળતી સામાન્ય ફૂગ છે. ઉચ્ચ તાપમાન અને ભેજ ફૂગના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે.
સોર્સ : Google
એવું માનવામાં આવે છે કે, આ કાળી ફૂગ કોઈ રોગનું કારણ નથી, પરંતુ તે હાનિકારક હોઈ શકે છે. આ જ કારણ છે કે એલર્જી પીડિતોને તે ખાવાની સલાહ આપવામાં આવતી નથી.
સોર્સ : Google
આ ફૂગથી બચવા માટે ડુંગળીને બે મહિના સુધી રેફ્રિજરેટરમાં રાખો, અથવા ડુંગળી પર લાગેલા કાળી ફૂગને ઠંડા, વહેતા નળના પાણી નીચે રાખી ધોઈ લો અથવા અસરગ્રસ્ત સ્તર કાપી નાખો.
સોર્સ : Google
નોંધ: અહીં જણાવેલ તમામ હકીકતો અહેવાલો પર આધારિત છે. માહિતીમાં જણાવેલ કોઈપણ હકીકતો પર કાર્યવાહી કરતા પહેલા કૃપા કરીને તબીબી સલાહ લો.