નિવૃત્તિ બાદ કેવી રીતે કમાણી કરે છે યુવરાજ સિંહ? કરોડોની છે નેટવર્થ

સોર્સ : Google

ભારતીય દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ આજે 12 ડિસેમ્બરે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. યુવરાજ સિંહ ભારતના સૌથી સફળ ઓલરાઉન્ડરમાંથી એક છે.

સોર્સ : Google

યુવરાજનો જન્મ 12 ડિસેમ્બર, 1981ના રોજ થયો હતો. પંજાબના ચંદીગઢના વતની યુવરાજે 19 વર્ષની ઉંમરે પોતાનું ક્રિકેટ કરિયર શરૂ કર્યું હતું. તેણે ભારત માટે 304 ODI, 58 T20I અને 40 ટેસ્ટ મેચ રમી છે.

સોર્સ : Google

યુવરાજે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી કમાણી કરી હતી, જે હજુ પણ ચાલુ રહે છે. અહેવાલો અનુસાર, યુવરાજની નેટવર્થ આશરે 291 કરોડ રૂપિયા છે.

સોર્સ : Google

યુવરાજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે. તે દર મહિને આશરે 1 કરોડ રૂપિયા કમાય છે. તેણે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે.

સોર્સ : Google

યુવરાજ મુંબઈમાં બે વૈભવી એપાર્ટમેન્ટ સહિત અનેક મિલકતો ધરાવે છે. યુવી ગોવામાં પણ એક ઘર ધરાવે છે, જે મોર્જિમની ટેકરીઓ પર સ્થિત છે. તે આ ઘર ભાડે આપીને પણ કમાણી કરે છે.

સોર્સ : Google

યુવરાજ સિંહનું કાર કલેક્શન પણ શાનદાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના કલેક્શનમાં BMW M5 E60, BMW X6M, Audi Q5, Lamborghini Murcielago અને Bentley Continental GTનો સમાવેશ થાય છે.

સોર્સ : Google

યુવરાજ સિંહે તાજેતરમાં જ ભારતમાં અલ્ટ્રા-પ્રીમિયમ ટકીલા બ્રાન્ડ ફિનોં લોન્ચ કરી છે.

સોર્સ : Google