શું તમને પણ એવું લાગે છે કે કોઈ તમારા આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. તે જાણવાનો એક સરળ રસ્તો છે.

જેની માટે તમારે આધારકાર્ડ ઓથેન્ટિફિકેશન હિસ્ટ્રી ચેક કરવી પડશે. જેની માટે તમારે UIDAIની વેબસાઇટ પર જવું પડશે.

તમારે https://uidai.gov.in પર જઈને લોગિન કરવાનું રહેશે. જ્યાં તમારે આધાર સર્વિસ સેકશન પર જવું પડશે.

આ ઓપ્શન તમને My Aadhaarની ઉપર જઈને મળી જશે. ત્યાં તમારે Aadhaar Authentication History પર ક્લિક કરવું પડશે.

જ્યાર બાદ તમારે તમારો 12 અંકનો આધાર નંબર નાખવો પડશે. તમારો સુરક્ષિત કોડ નાખ્યા પછી તમારે જનરેટ OTP પર ક્લિક કરવું પડશે.