ફિલ્મ 'શૈતાન'માં અજય દેવગણની ઓનસ્ક્રીન દીકરીનો રોલ પ્લે કરી કરનારી જાનકી બોડીવાલા મૂળ અમદાવાદની છે.
જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ થયો હતો.
એક્ટ્રેસે ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઑફ ડેન્ટલ સાયન્સ (BDS)માં ગ્રેજ્યુએશન કર્યું છે.
જાનકી વર્ષ 2019માં મિસ ઈન્ડિયાનો પણ ભાગ પણ રહી ચૂકી છે અને તે ગુજરાતની ત્રણ ફાઇનલિસ્ટમાંની એક હતી.
જાનકી બોડીવાલાએ 2015ની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.
જાનકીએ અત્યાર સુધી ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘છૂટી જશે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બહુ ના વિચાર’ અને ‘નાડી દોષ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
જાનકીએ ગયા વર્ષે રિલીઝ થયેલી ગુજરાતી સુપરનેચરલ ફિલ્મ 'વશ'માં પોતાના અભિનયથી દર્શકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં તેણે શાનદાર પાત્ર ભજવ્યું હતું.
હવે એક્ટ્રેસ 'વશ'ની હિન્દી રિમેક ફિલ્મ 'શૈતાન'માં ફરી આ પાત્ર ભજવતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં જાનકીએ અજય દેવગણ અને જ્યોતિકાની દીકરીનો રોલ પ્લે કર્યો છે.