નતાશા અને હાર્દિકે 12 જુલાઈ, 2024ના રોજ છૂટાછેડાની એનાઉન્સમેન્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. કપલના છૂટાછેડાને માત્ર એક મહિનો જ વીત્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે, ક્રિકેટરના જીવનમાં ફરીથી પ્રેમની એન્ટ્રી થઈ છે.

હાર્દિકનું નામ વિદેશી ગાયિકા સાથે જોડાઈ રહ્યું છે. બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેનું બેકગ્રાઉન્ડ એક જ હોવાનું જણાય છે. જોકે, આ અફવાઓ સાચી છે કે નહીં તે તો હાર્દિક જ કહી શકે. આખરે, તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોણ છે?

હાર્દિક પંડ્યા જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. બંને હાલ ગ્રીસમાં વેકેશન માણી રહ્યા હોવાની અફવા છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા બાદ હાર્દિક અને જાસ્મિનના ડેટિંગની અફવાઓ તેજ થઈ ગઈ છે.

હાર્દિક અને જાસ્મિનની ડેટિંગની અફવાઓ વધુ ફેલાઈ છે કારણ કે, તાજેતરમાં જ ક્રિકેટરે જાસ્મિનની ઘણી તસવીરો લાઈક કરી છે. ચાલો જાણીએ કોણ છે જાસ્મીન વાલિયા?

જાસ્મીન વાલિયા એક બ્રિટિશ ગાયિકા અને ટેલિવિઝન પર્સનાલિટી છે. ઇંગ્લેન્ડના એસેક્સમાં ભારતીય મૂળના માતા-પિતાના ઘરે જન્મેલી, જાસ્મિનને બ્રિટિશ રિયાલિટી ટીવી સીરિઝ, ધ ઓન્લી વે ઇઝ એસેક્સ પછી લોકપ્રિયતા મળી.

તેણે 2010માં શોમાં એક્સ્ટ્રા તરીકે શરૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેણે તેની છાપ બનાવી દીધી અને 2012 સુધીમાં, તે સંપૂર્ણ કાસ્ટ સભ્ય તરીકે શોમાં જોડાઈ ગઈ.

એક પ્રખ્યાત રિયાલિટી શોમાં તેના અભિનયથી તેને મનોરંજન ઉદ્યોગમાં ઘણું નામ અને ખ્યાતિ મળી. 2014માં જાસ્મીને તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી. જ્યાં તેણીએ જેક નાઈટ, ઇન્ટેન્સ-ટી અને ઓલી ગ્રીન મ્યુઝિક જેવા કલાકારો સાથે મળીને ગાયન પ્રતિભા દર્શાવી.

તેને 2017માં "બોમ ડિગી"ની રજૂઆત સાથે તેને મોટી સંગીત સફળતા મળી, જેમાં તેણે ઝેક નાઈટ સાથે રજૂઆત કરી. 2018માં બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માટે "બોમ ડિગ્ગી ડિગ્ગી" રિમેક કરવામાં આવી ત્યારે તેની લોકપ્રિયતામાં વધારો થયો.

તેણે બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે 2022ના મ્યુઝિક વીડિયો 'નાઇટ્સ એન ફાઇટ્સ'માં પણ કામ કર્યું હતું. તેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી.

6.4 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ અને લગભગ 5.7 લાખ યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ સાથે, જાસ્મીન એક સોશિયલ મીડિયા સ્ટાર પણ છે જે તેના અદ્ભુત સંગીત, ગ્લેમરસ ફેશન સ્ટેટમેન્ટ્સ અને સિઝલિંગ બિકીની ફોટોઝથી ઇન્ટરનેટ પર આગ લગાવે છે.

જાસ્મીન વાલિયા સોશિયલ મીડિયા પર પોતાના સ્ટનિંગ લુકની તસવીરો શેર કરતી રહે છે અને તેના ફેન્સને દિવાના બનાવે છે. હાલમાં, જાસ્મિન ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં આવી છે.