ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિનની વિમેન ઓફ ધ યર - 2025ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ટાઈમ મેગેઝિનની લિસ્ટમાં સ્થાન પામનાર 45 વર્ષીય પૂર્ણિમા દેવી એકમાત્ર ભારતીય મહિલા છે. જે દરમિયાન તેમની 2007ની કામગીરીને યાદ કરવામાં આવી હતી.
આસામમાં દુર્લભ પક્ષી ગ્રેટર એડજુટન્ટ સ્ટોકર્સ(ઢોંગ) નો માળો ધરાવતા વૃક્ષને કાપવામાં આવી રહ્યું હતું. ત્યારે તેમણે તેને બચાવવા અનેક વિરોધ પ્રદર્શન કર્યા હતા.
આ દિવસથી જ આસામમાં લુપ્તપ્રાય પક્ષી કે જેને 'હર્ગિલા'ના નામથી પણ ઓળખવામાં આવે છે તેને બચાવવાના અભિયાનની શરૂઆત થઈ હતી.
પૂર્ણિમા દેવીના પ્રયાસોમાં તેમની લગભગ 20 હજાર મહિલાઓની ‘હર્ગિલા આર્મી’ મદદરૂપ બની છે જેઓ પક્ષીઓના માળાનું રક્ષણ કરે છે.
હવે આ નેટવર્ક આસામથી ભારતના અન્ય ભાગોથી લઈને હવે કંબોડિયા સુધી વિસ્તર્યું છે.