ગણતરીના દિવસોમાં જ નવરાત્રિના શરૂ થવાની છે ત્યારે આવો 9 દિવસના 9 રંગોનું મહત્વ જાણીએ

નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગનું વસ્ત્ર ધારણ કરવું. જે માતા શૈલપુત્રીને પ્રિય છે.

બીજા દિવસે તમારે શાહી વાદળી રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.

ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનો પ્રિય પીળા રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો.

ચોથા દિવસે તમારે સિલેટ્યા રંગનો ઉપયોગ કરવો જોઈએ. કુષ્માંડા માતાને આ રંગ પ્રિય છે.

આ સિવાય પાંચમાં દિવસે સ્કંદમાતાનો પ્રિય લીલા રંગનો ઉપયોગ કરવો.

છઠ્ઠા દિવસે તમારે લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. માઁ કાત્યાયનીને આ રંગ ખૂબ પ્રિય છે.

સાતમા દિવસે તમારે સફેદ રંગનું વસ્ત્ર ધારણ કરવું કે જે માઁ કાલરાત્રિને તે ખૂબ પ્રિય છે.

આઠમા દિવસે મહાગૌરીનો પ્રિય ગુલાબી રંગના વસ્ત્ર પહેરવા.

નવમા દિવસે આસમાની રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જે સિદ્ધદાત્રી દેવીનો પ્રિય રંગ છે