જાણો કેરીને ફ્રીજમાં રાખવી જોઈએ કે નહીં?

મોટાભાગના લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. ઉનાળાની ઋતુમાં કેરી મોટી માત્રામાં વેચાય છે અને લોકો તેને ખૂબ જ સ્વાદથી ખાય છે.

લોકો ઠંડી કેરી ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. જેથી લોકો કેરીને ફ્રીજમાં રાખે છે.

ક્યારેક કેરીને ફ્રીજમાં રાખવાથી તે બગડી જતી હોય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે.

પણ શું કેરીને ફ્રીજમાં રાખવી જોઈએ કે નહીં? શું કેરીને ફ્રીજમાં રાખવાથી તે ખરાબ થાય છે? ચાલો જાણીએ

કેરીને ફ્રીજમાં રાખી શકાય છે. કેરીને ફ્રીજમાં રાખવામાં આવે તો કોઈ નુકસાન નથી, ફક્ત તેને યોગ્ય રીતે સંગ્રહ કરવી.

કેરીને અખબારમાં લપેટીને ફ્રીજમાં રાખો. આમ કરવાથી કેરીનું ફળ કાળું નહીં થાય.

કેરીને કાપીને ફ્રીજમાં રાખવાનું ટાળો. કેરીને સંગ્રહ કરવા માટે તેને હવાચુસ્ત પાત્રમાં રાખો.

કેરીને ૨-૩ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. વધારે દિવસ ફ્રીજમાં રાખવામા આવે તો કેરીનો સ્વાદ ખાટો થઈ જાય છે.

જો કેરીને ફ્રીજમાં રાખવા માંગતા નથી, તો ડોલ અથવા ટબમાં પાણી ભરો અને કેરીને તેમાં બોળી દો. આમ કરવાથી કેરી ઠંડી રહેશે અને બગડશે પણ નહીં.

આ ટિપ્સની મદદથી તમે કેરીનો સંગ્રહ સરળતાથી કરી શકો છો. પછી કેરી આનંદથી ખાઓ અને ખવડાવો.