ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ટ્રોફી સાથે ભારત પરત આવી ગઈ છે.
ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી ત્યારે બધાની નજર ટ્રોફી પર હતી અને ખેલાડીઓ પણ ટ્રોફી સાથે જોશમાં જોવા મળ્યા હતા.
હવે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી તો ભારત આવી ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે આ ટ્રોફી ક્યાં રાખવામાં આવશે?
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપની મુખ્ય ટ્રોફી ખેલાડીઓને આપવામાં જ નથી આવતી.
જે રિયલ ટ્રોફી હોય છે તે ICC પોતાની પાસે જ રાખે છે જ્યારે રેપ્લિકા ટ્રોફી ટીમને આપવામાં આવે છે.
ICCએ દરેક ટીમ મુજબ શોકેસ બનાવીને રાખ્યું છે અને ટ્રોફી ત્યાં જ રાખવામાં આવે છે.
ટીમને રેપ્લિકા ટ્રોફી આપવામાં આવે છે. ટીમના ખેલાડીઓ આ ટ્રોફીને પોતાની પાસે નથી રાખતા. તેને ક્રિકેટ બોર્ડ પોતાની પાસે રાખે છે.
તેનો અર્થ એ થયો કે ટી-20 વર્લ્ડ કપમાં જીતેલી ટ્રોફી BCCI કેબિનેટમાં રાખવામાં આવશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર