પેજર એ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેનો ઉપયોગ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે.

1990ના દાયકામાં, પેજરનો ઉપયોગ વેપારીઓ, ડોકટરો અને અન્ય વ્યાવસાયિકોમાં વ્યાપકપણે થતો હતો. કારણ કે તે સમયે મોબાઈલ ફોન એટલા લોકપ્રિય બન્યા ન હતા.

પેજરની શોધ એએલ ગ્રોસ દ્વારા વર્ષ 1921માં કરવામાં આવી હતી. જો કે, પેજરનો ઉપયોગ 1950 થી શરૂ થયો હતો.

શરૂઆતમાં ન્યુયોર્ક સિટી વિસ્તારમાં ચિકિત્સકો માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. 1980ના દાયકા સુધીમાં, તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગ થવા લાગ્યો.

તમને જણાવી દઈએ કે પેજરની શોધ કરનાર AL ગ્રોસે વોકી-ટોકી અને કોર્ડલેસ ટેલિફોનની પણ શોધ કરી હતી.

પેજર તેનું કામ રેડિયો ફ્રીક્વન્સીની મદદથી કરે છે. તેને ઈન્ટરનેટ કે કોલિંગ કે મોબાઈલ નેટવર્કની જરૂર નથી. પેજર ત્રણ પ્રકારના હોય છે.

વન વે પેજર: આ પ્રકારના પેજરમાંથી માત્ર સંદેશા પ્રાપ્ત કરી શકાય છે.

ટુ વે પેજરઃ આ પ્રકારના પેજરથી મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા બંને કામ કરી શકાય છે.

વોઈસ પેજરઃ આ પેજરમાં લોકો પોતાનો અવાજ પણ રેકોર્ડ કરી શકે છે.