ઘરના મંદિરમાં મૂર્તિ રાખતા પહેલા આટલું જરૂર જાણો

સોર્સ : Google

મંદિરોની સાથે ઘરોમાં પણ અનેક પ્રકારની મૂર્તિઓ રાખવામાં આવે છે, જેની પૂજા-અર્ચના કરીને લોકો મનની શાંતિ અને મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે.

સોર્સ : Google

આમ તો ભગવાનની દરેક મૂર્તિ પૂજનીય છે, પરંતુ ઘરમાં મૂર્તિ સ્થાપિત કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

સોર્સ : Google

ઘણીવાર આપણને ખબર નથી હોતી કે ઘરમાં રાખેલી કોઈ ચોક્કસ મૂર્તિને કારણે જ પરિવારમાં વિખવાદ કે ઝઘડા ચાલી રહ્યા હોય છે.

સોર્સ : Google

કેટલીક મૂર્તિઓ એવી હોય છે જે જાણે-અજાણે ગૃહકલેશને આમંત્રણ આપે છે.

સોર્સ : Google

ઘરમાં ક્યારેય પણ ભૈરવ દાદાની રૌદ્ર અવતાર વાળી મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. કોઈપણ ભગવાનનો રૌદ્ર કે ક્રોધિત અવતાર ઘરમાં રાખવાથી આવેશ અને ક્રોધવાળી પરિસ્થિતિઓ સર્જાય છે, જે ઘરની શાંતિ હણી લે છે.

સોર્સ : Google

શનિદેવની મૂર્તિને ઘરના પૂજા સ્થાનમાં ન રાખવી જોઈએ. જો આવી મૂર્તિ ઘરમાં હોય તો તેને હટાવીને શમીના ઝાડ નીચે અથવા ઘરની બહાર કોઈ મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ અને ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને ક્યારેય બંધનમાં (ઘરની ચાર દીવાલ વચ્ચે) ન રાખવા જોઈએ.

સોર્સ : Google

મા ભગવતીની એવી મૂર્તિ જેમાં સિંહનું મોઢું ખુલ્લું હોય અને તે ગર્જના કરતો હોય, તેને ઘરમાં ન રાખવી જોઈએ. આવી મૂર્તિ રાખવાથી ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડાનું વાતાવરણ બની રહે છે.

સોર્સ : Google

મૂર્તિના કદ વિશે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઘરમાં બાર આંગળથી ઊંચી મૂર્તિ ન રાખવી જોઈએ. જો મૂર્તિ આનાથી મોટી હોય તો તે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સોર્સ : Google

તેથી, ઘરના મંદિરમાં મૂર્તિઓ સ્થાપિત કરતા પહેલા આ નાની પણ મહત્વની વાતોનું ખાસ ધ્યાન રાખો.

સોર્સ : Google