પ્રોટીન અને ફાઈબરયુક્ત ખીચડીના જાણી લો આ 5 ફાયદા
ખીચડી એક એવું ભોજન છે જે સારી રીતે પચી જાય છે. અનેક ચીજોને ખાવાથી તમારા આંતરડાની દિવાલોમાં બળતરા થાય છે પણ જો તમે ખીચડી ખાઓ છો તો એવું નહીં થાય. તે હળવું ભોજન છે આ માટે તેનું સેવન ફાયદો આપે છે.
આયુર્વેદના અનુસાર ખીચડીનું સેવન શરીરમાં ઉર્જાને સંતુલિત રાખે છે. ખીચડીનો ત્રિદોષના રૂપમાં ઉલ્લેખ કરાય છે કેમકે તેમાં વાત, પિત્ત, કફને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે.
ખીચડીનું સેવન શરીરને ડિટોક્સીફાઈ કરે છે. ખાવા પીવાની કેટલીક ચીજો શરીરના વિષાક્ત પદાર્થો જમા કરી દે છે. બોડીને ડિટોક્સ કરવા માટે તમે ખીચડીનું સેવન કરી શકો છો.
ખીચડીમાં કેલેરી અને ફેટનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી વેટ લોસમાં પણ મદદ મળે છે. ફાઈબરનું પ્રમાણ વધારે હોવાના કારણે ખીચડી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. વજન ઘટાડવા ઈચ્છો છો તો ડાયટમાં ખીચડીને સામેલ કરો.
જો તમને સાબુદાણાની ખીચડી પસંદ છે તો તે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે. તે શરીરમાં ઈન્સ્યુલિનને મેન્ટેન કરવામાં મદદ કરશે અને સાથે ડાયાબિટીસના દર્દીને માટે તેનું સેવન લાભદાયી રહે છે.