ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. હવે તે એક્ટિંગની સાથે-સાથે રાજનીતિ કરતી જોવા મળશે.
રૂપાલી હાલમાં સિરિયલ 'અનુપમા'થી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે.
અભિનેત્રીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે, પરંતુ તે ખુદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેન ગણાવે છે.
બાળપણથી જ એક્ટિંગમાં નિપુણ રહેલી રૂપાલીએ હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રૂપાલી ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની દીકરી છે.
અભિનેત્રીએ તેની કારકિર્દી 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. રૂપાલીએ વર્ષ 2000માં સિરિયલ ‘સુકન્યા’થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું.
આ પછી રૂપાલી ‘પરવરિશ- કુછ ખટ્ટી કુછ મીઠી’, ‘આપકી અંતરા’, ‘એક પેકેટ ઉમ્મીદ’, ‘સંજીવની’ જેવા ઘણા શોમાં જોવા મળી છે.
જોકે, ‘સારાભાઈ Vs સારાભાઈ’ સિરિયલમાં મોનિષા સારાભાઈની ભૂમિકાએ તેને ઓળખ આપી. આ સિવાય રૂપાલી રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.
વર્ષ 2013માં રૂપાલીએ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા. પછી તેણે એક્ટિંગ છોડીને હોમમેકિંગ પસંદ કર્યું. બંનેને એક દીકરો રૂદ્રાંશ છે, જેનો જન્મ 2015માં થયો હતો.
તેણે 2013માં સિરિયલ 'પરવરિશ' કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. આ પછી રૂપાલી 'અનુપમા' સાથે ટીવીની દુનિયામાં વાપસી કરી.
રૂપાલી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી તેમજ થિયેટરનો એક ભાગ રહી ચુકી છે.