માત્ર 35ની એવરેજ, SENA દેશોમાં સતત નિષ્ફળતા, જાણો નવા કેપ્ટનના આંકડા
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલની કારકિર્દી કેવી રહી છે.
શુભમન ગિલે અત્યાર સુધીમાં ભારત માટે કુલ ટેસ્ટ 32 મેચ રમી છે, જેમાં તેણે 59 ઈનિંગ્સમાં 1893 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન તેણે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 35 ની એવરેજથી રન બનાવ્યા છે, જે ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશ કરે છે.
શુભમન ગિલે 2020માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ત્યારથી તે આ ફોર્મેટમાં સતત ભારતીય ટીમનો ભાગ રહ્યો છે.
તેણે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મેચ રમી છે. તેણે હજુ સુધી ન્યુઝીલેન્ડમાં એક પણ ટેસ્ટ મેચ નથી રમી. SENA દેશોમાં તે વધુ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.
શુભમન ગિલનો SENA દેશોમાં ટેસ્ટ બેટિંગ રેકોર્ડ ખરાબ રહ્યો છે. તેણે ફક્ત 25.70ની એવરેજથી રન બનાવ્યા છે.
2021થી, તે SENA દેશોમાં એક પણ અડધી સદી નથી ફટકારી શક્યો. ગિલ SENA દેશોમાં 4 વર્ષથી એક અડધી સદી માટે સંઘર્ષ કરી રહ્યો છે.