છઠ પૂજા સૂર્ય દેવ અને છઠ મૈયાને સમર્પિત એક પ્રાચિન પર્વ છે. આ મુખ્ય રીતે બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ઉજવાય છે.
સોર્સ : Google
છઠ પૂજા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પરિવારમાં સુખ-શાંતિ માટે ઉજવાય છે. જેમાં લોકો નિર્જળા વ્રત રાખે છે અને સૂર્ય દેવને આર્ધ્ય અર્પણ કરે છે. આ તહેવાર શુદ્ધતા, આસ્થા અને અનુશાસનનું પ્રતિક પણ છે.
સોર્સ : Google
છઠ ઉત્સવ 4 દિવસ સુધી ઉજવાય છે. દરેક દિવસનુ પોતાનું વિશેષ મહત્ત્વ છે અને તેને સાવચેતી અને ભક્તિની સાથે માણવો જોઈએ.
સોર્સ : Google
છઠ ઉત્સવનો સૌથી પહેલો દિવસ "નહાય ખાય" કહેવાય છે. આ દિવસે શ્રદ્ધાળુ શુદ્ધતાનું પાલન કરે છે. સ્વચ્છ કપડા પહેરે છે અને સાદું, શુદ્ધ ભોજન કરે છે. આ શરીર અને મનની પવિત્રતાનું પ્રતિક છે.
સોર્સ : Google
"ખરના"ના દિવસે નિર્જળા વ્રત શરૂ થાય છે. સાંજે ગોળ અને ચોખાના વિશેષ વ્યંજન બનાવીને ખાય છે. આ ઉર્જા અને ભક્તિનું પ્રતિક છે.
સોર્સ : Google
ત્રીજા દિવસે સૂર્યાસ્તના સમયે નદી કે તળાવના કિનારે સૂર્ય દેવને આર્ધ્ય અર્પણ કરાય છે. આ દિવસ શ્રદ્ધા અને સંયમનું પ્રતિક છે.
સોર્સ : Google
છઠ ઉત્સવનો છેલ્લો એટલે કે ચોથા દિવસે સૂર્યોદયના સમયે સૂર્ય દેવને આર્ધ્ય અર્પણ કરાય છે. આ દિવસ આશિર્વાદ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે.
સોર્સ : Google
આ ઉત્સવ 36 કલાકના નિર્જળા ઉપવાસનો હોય છે. આ દરમિયાન શરીર અને મન બંનેની શુદ્ધતા જરૂરી છે. નિયમોનું પાલન કરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવું મહત્ત્વપૂર્ણ છે.