નિવૃત્તિ પછી પણ કરોડોની કમાણી કરે છે સુરેશ રૈના, જાણો Mr. IPLની નેટવર્થ
ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના આજે 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ યુપીના મુરાદનગરમાં થયો હતો.
સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈના આર્મીમાં હતા જ્યારે તેના માતા પરવેશ રૈના ગૃહિણી છે.
સુરેશ રૈનાને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેનો આખો દિવસ મેદાનમાં જ પસાર થતો હતો.
રૈનાની મહેનત અને સંઘર્ષ ફળ્યો અને તે 16 વર્ષની ઉંમરે યુપીની રણજી ટીમમાં જોડાયો.
2005માં તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. આ પછી આ લેફટી બેટ્સમેને ક્યારેય પાછળ વળીને નથી જોયું.
રૈના ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે.
રૈનાએ IPLમાં પણશાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણે તેને Mr. IPL પણ કહેવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૈનાએ રિટાયરમેન્ટ બાદ ઘણા બિઝનેસમાં રોકાણ કર્યું છે. તેની આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાત છે.
રૈનાએ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટનું નામ રૈના ઈન્ડિયન રેસ્ટોરન્ટ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે ગાઝિયાબાદમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત 18 કરોડ રૂપિયા છે. તેની નેટવર્થ 200 કરોડ રૂપિયા છે.