એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે રણવીર સિંહ, જાણો દીપિકાના પતિની નેટવર્થ
બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ રણવીર સિંહને કોઈ ઓળખની જરૂર નથી.
સુપરસ્ટારનો દરજ્જો ધરાવતો રણવીર આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 14 વર્ષના બોલિવૂડ કરિયરમાં તેણે પોતાના ફેન્સને ઘણી સોનેરી યાદો આપી છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કરનાર રણવીરે લીડ એક્ટર તરીકે પોતાની કારકિર્દી હિટ ફિલ્મથી શરૂ કરી હતી.
એક સમયે કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરનાર રણવીર આજે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે.
ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. એક રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ એક ફિલ્મ માટે 30થી 40 કરોડ રૂપિયા લે છે.
રણવીર સિંહે 14 વર્ષમાં બોલિવૂડમાં માત્ર નામ જ નહીં પરંતુ ઘણી સંપત્તિ પણ કમાઈ છે. રિપોર્ટ અનુસાર, અભિનેતાની નેટવર્થ 362 કરોડ રૂપિયા છે.
જ્યારે તેની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી દીપિકાની નેટવર્થ 497 કરોડ રૂપિયા છે. આમ આ પાવર કપલની નેટવર્થ 859 કરોડ રૂપિયા છે.
રણવીર સિંહ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેના કાર કલેક્શનમાં ઘણી મોંઘી કાર જોવા મળશે.
અભિનેતા પાસે Toyota Land Cruiser, Mercedes Maybach GLS 600, Jaguar XLJ, Mercedes Benz E Class, Lamborghini અને Aston Martin Rapide S જેવી લક્ઝુરિયસ કાર છે.
રણવીર સિંહ પાસે ઘર પણ એકથી વધુ છે. તેણે 2022માં શાહરૂખ ખાનના ઘરની નજીક એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. જેની કિંમત 119 કરોડ રૂપિયા છે.
આ સિવાય રણવીર અને દીપિકાએ અલીબાગમાં 22 કરોડ રૂપિયામાં હોલી ડે હોમ પણ ખરીદ્યું હતું. રણવીર પાસે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં 16 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ છે.
આ સિવાય રણવીર અને દીપિકા પાસે ગોવામાં એક આલીશાન ઘર પણ છે. આ સિવાય રણવીર પાસે મુંબઈના ખારમાં પણ જૂનું ઘર છે.