મોંઘી ગાડીઓ, કરોડોની નેટવર્થ... લક્ઝરી લાઈફ જીવે છે KL Rahul
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને હાલમાં IPLમાં DC માટે રમતો કેએલ રાહુલ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. IPL 2025માં તેનું બેટ સાથે પ્રદર્શન અદ્ભુત રહ્યું છે અને તે સતત રન બનાવી રહ્યો છે.
કેએલ રાહુલ ક્રિકેટના મેદાન પર સતત પોતાનો જાદુ બતાવી રહ્યો છે અને કમાણીના મેદાનમાં પણ પોતાની છાપ છોડી રહ્યો છે. તેની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેએલ રાહુલ IPL 2025ની પહેલી મેચ નહતો રમી શક્યો. કારણ કે તે જ દિવસે તેની પત્ની આથિયા શેટ્ટીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી તે તરત જ તેની IPL ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો.
કેએલ રાહુલ લક્ઝરી લાઈફ જીવે છે. તે પોતે એક મહાન ક્રિકેટર છે અને તેની પત્ની પણ બોલિવૂડ અભિનેત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની નેટવર્થ લગભગ 100 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.
રાહુલને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Aમાં સામેલ કરવામાં આવ્યો છે, જેના માટે તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે.
કેએલ રાહુલને મોંઘી અને લક્ઝરી કારમાં મુસાફરી કરવાનું પસંદ છે. તેની પાસે Lamborghini, BMW 5 Series, Austin Martin DB11, Mercedes Benz C43 છે.
IPL 2025ના મેગા ઓકશનમાં કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયમાં ખરીદ્યો હતો. તે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.