સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) એક કેન્દ્રીય એજન્સી છે જેનું કામ ભારતના વડાપ્રધાનની સુરક્ષા કરવાનું છે.

1988માં સંસદના એક અધિનિયમ દ્વારા સ્થાપિત SPG વડાપ્રધાનને સુરક્ષા પ્રદાન કરે છે.

SPG કમાન્ડોઝ હાઇ ગ્રેડ હથિયારોથી સજ્જ હોય છે અને સુરક્ષા માટે લેવલ 3 બુલેટપ્રૂફ જેકેટ અને ખાસ પ્રકારના ગ્લોવ્સ પહેરે છે.

વડાપ્રધાન સાથે રહેતા આ કમાન્ડોઝ કાળા ચશ્મા પહેરે છે અને તેમના ચહેરા પર કોઈ ભાવ ન દેખાવા જોઈએ.

તેમની પાસે FN P90 મશીન ગન, FN હર્સ્ટેલ F2000 રાઇફલ અને Glock 17ઓટોમેટિક પિસ્ટલ સામેલ છે.

SPG કમાન્ડોઝ બનવા માટે તમારે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

તમે IPS, CRPF, CISF અથવા ITBP જેવા દળોમાં પ્રવેશ કરીને SPGમાં સામેલ થઈ શકો છો.

ભારતમાં એક SPG કમાન્ડોની મંથલી સેલેરી 84,236 રૂપિયાથી લઈને 2,39,457 રૂપિયા સુધી હોય છે.

એક SPG સુરક્ષા અધિકારી વાર્ષિક 13.2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.