એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે દીપિકા પાદુકોણ, આટલી છે તેની નેટવર્થ

બોલિવૂડની ડિમ્પલ ક્વીન દીપિકા પાદુકોણ શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. દીપિકા બોલીવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. આજે (5 જાન્યુઆરી) તેના જન્મદિવસ પર ચાલો જાણીએ તેની નેટવર્થ.

રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની નેટવર્થ 500 કરોડ રૂપિયા છે. અભિનેત્રી દરેક ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ફી લે છે.

માત્ર ફિલ્મો જ નહીં દીપિકા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી રકમ લે છે, તે પ્રતિ ડીલ 8 કરોડ રૂપિયા લે છે.

દીપિકાની વધતી નેટવર્થનો શ્રેય મોટે ભાગે તેની હિટ ફિલ્મોને જાય છે. જેમાં ‘લવ આજ કલ’, ‘કોકટેલ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બાજીરાવ મસ્તાની’, ‘કલ્કી 2898 એડી’, ‘પદ્માવત’, અને ‘પઠાણ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ સિવાય અભિનેત્રીની પોતાની મેકઅપ બ્રાન્ડ પણ છે. જેનું નામ 82°E છે.

દીપિકા પાસે 1.67 કરોડ રૂપિયાની Mercedes Maybach S500, બે Audi (A8 અને Q7) છે, જેની કિંમત અનુક્રમે 1.57 કરોડ રૂપિયા અને 93.35 લાખ રૂપિયા છે. તેની પાસે 64 લાખ રૂપિયાની BMW 5 Series પણ છે.