ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ચેતેશ્વર પૂજારા કેવી રીતે કરે છે કમાણી? જાણો નેટવર્થ
એક સમયે ટીમ ઈન્ડિયાની મોર્ડન વોલ કહેવાતો બેટ્સમેન ચેતેશ્વર પૂજારા લાંબા સમયથી ટીમની બહાર છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં બે વાર હરાવ્યું છે, જેમાં પૂજારાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આજે પૂજારાનો જન્મદિવસ છે.
25 જાન્યુઆરી 1988ના રોજ રાજકોટમાં જન્મેલા પૂજારાએ નાની ઉંમરે જ ક્રિકેટમાં હેડલાઈન્સ બનાવવાનું શરૂ કર્યું હતું. પૂજારાએ 22 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
પૂજારા અટક્યો નહીં અને સતત રન બનાવતો રહ્યો જેના કારણે તેને રાહુલ દ્રવિડનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો અને તેણે આ કામ ખૂબ જ સારી રીતે કર્યું હતું.
પૂજારા હવે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને ન તો તે IPLમાં રમે છે. આવી સ્થિતિમાં, એ પ્રશ્ન થાય છે કે તે કમાણી કરવી રીતે કરે છે.
જોકે, પૂજારા ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે અને તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતો જોવા મળ્યો હતો. તે કેટલીક જાહેરાતો પણ કરે છે.
ચેતેશ્વર પૂજારાની નેટવર્થ વિશે વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ, તેની નેટવર્થ 25 કરોડ રૂપિયા છે.
પૂજારાનું રાજકોટમાં એક આલીશાન ઘર છે. તેની પાસે ઓડી અને ફોર્ડ જેવી કાર પણ છે.
પૂજારા હજુ પણ ઘરેલુ ક્રિકેટ દ્વારા ટેસ્ટ ટીમમાં વાપસી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં વાપસી કરવાનો છે.
પૂજારા એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે કુલ 103 ટેસ્ટ મેચ રમી છે અને તેમાં 43.60ની સરેરાશથી 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે.
પૂજારાએ ભારત માટે પાંચ ODI મેચ પણ રમી હતી જેમાં તે ફક્ત 51 રન બનાવી શક્યો હતો. તે ભારત માટે એકપણ T20I મેચ નથી રહ્યો.