કેએલ રાહુલે સદી ફટકારીને આ મામલે કોચ ગંભીર અને રોહિત શર્માને પાછળ છોડ્યા
સોર્સ : Google
ભારતીય ટીમના અનુભવી ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે સદી ફટકારી. રાહુલે લગભગ 9 વર્ષ બાદ ઘરઆંગણે સદી ફટકારી હતી.
સોર્સ : Google
ભારતીય ભૂમિ પર રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી. તેણે 190 બોલમાં 12 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી. જોકે રાહુલ આ પછી તરત જ આઉટ થઈ ગયો હતો. તેણે 197 બોલમાં 100 તન બનાવ્યા હતા.
સોર્સ : Google
આ સાથે, રાહુલ ઓપનર તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં જોડાઈ ગયો છે, તેણે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધા છે.
સોર્સ : Google
ઓપનર તરીકે રાહુલની આ 10મી ટેસ્ટ સદી હતી. તે ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે.
સોર્સ : Google
રાહુલ હાલમાં આ મામલે સુનીલ ગાવસ્કર (33 સદી), વીરેન્દ્ર સેહવાગ (22 સદી) અને મુરલી વિજય (12 સદી) થી પાછળ છે.
સોર્સ : Google
જોકે, રાહુલે ગંભીર અને રોહિતને પાછળ છોડી દીધા છે, જેમણે ભારત માટે ઓપનર તરીકે ટેસ્ટમાં 9-9 સદી ફટકારી છે.