IPLમાં આ કારનામું કરનાર પહેલો બેટ્સમેન બન્યો કેએલ રાહુલ

ગઈકાલે (18 મે) IPLની 18મી સિઝનની 60મી મેચમાં, દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારી હતી.

કેએલ રાહુલે અણનમ 112 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

પરંતુ રાહુલની આ સદી વ્યર્થ ગઈ. આ મેચમાં GT એ DC સામે 10 વિકેટે જીત મેળવી હતી. GT એ 200 રનનો ટાર્ગેટ ફક્ત 19 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.

જોકે, આ સદી સાથે કેએલ રાહુલે IPLમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ તેની IPLમાં 5મી સદી હતી.

રાહુલ IPLના ઈતિહાસમાં ત્રણ અલગ અલગ ટીમો માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

રાહુલ અગાઉ પંજાબ કિંગ્સ (2019, 2020) અને લખનૌ સુપર જાયન્ટ્સ (2022) માટે સદી ફટકારી ચૂક્યો છે.

એટલું જ નહીં, તેણે આ મેચમાં વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. તે T20 ક્રિકેટમાં 8000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે.

રાહુલે 224 T20 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે કોહલીએ 243 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ક્રિસ ગેલ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 213 ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.