IPL દરમિયાન જૂના કામ પર પરત ફર્યો KKRનો સ્ટાર ખેલાડી

ટીમ ઈન્ડિયાના તમામ સ્ટાર ખેલાડીઓ હાલમાં IPLમાં રમી રહ્યા છે. આ દરમિયાન, એક ખેલાડીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વરુણ ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

આ ફોટામાં વરુણ ચક્રવર્તી એક કન્સ્ટ્રકશન સાઈટ પર જોવા મળે છે. ફોટો શેર કરતા તેણે લખ્યું, 'આર્કિટેક્ટ રિપોર્ટિંગ, મારા ઓજી પ્લેગ્રાઉન્ડમાં પરત. ક્લાયન્ટ સાઈટ વિઝિટ.'

તમને જણાવી દઈએ કે, વરુણ ચક્રવર્તીએ ક્રિકેટર બનતા પહેલા આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી હતી. તેણે આર્કિટેક્ટ તરીકે પણ કામ કર્યું છે.

વરુણ ચક્રવર્તીએ ક્રિકેટર બનવા માટે આર્કિટેક્ટની નોકરી છોડી દીધી. હવે તે એક સફળ ખેલાડી છે.

વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયા તરફથી ODI અને T20 ફોર્મેટમાં રમે છે. IPL 2025માં, તેણે અત્યાર સુધીમાં 4 મેચમાં 6 વિકેટ લીધી છે.

વરુણ ચક્રવર્તી 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો પણ ભાગ હતા. તેણે ભારતને ખિતાબ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.