કિમ કાર્દાશિયન બહેન ખ્લો કાર્દાશિયન સાથે મુંબઈ આવી હતી. અહીં તેણે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી અને પછી મુંબઈના ઈસ્કોન મંદિર પહોંચી હતી.
ઈસ્કોન મંદિરમાંથી ઘણી તસવીરો સામે આવી છે જેમાં તેઓ ગરીબ બાળકોને ભોજન કરાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરોએ લોકોના દિલ સ્પર્શી લીધા.
કિમ અને ખ્લોની ગરીબો પ્રત્યેની ભક્તિ અને પ્રેમ જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેમના ફેન બની ગયા છે.
મુંબઈના ઈસ્કોન મંદિરમાંથી સામે આવેલી આ તસવીરો આ વિદેશી સુંદરીઓની અલગ-અલગ શૈલી દર્શાવે છે, જે ભારતીય ફેન્સના દિલ જીતવા માટે પૂરતી છે.
જય શેટ્ટી આ પ્રસંગે કિમ અને ખ્લો સાથે હતા. ભારતના મંદિરોમાં ટૂંકા વસ્ત્રોમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી બંનેએ આ વાતનું વિશેષ ધ્યાન રાખ્યું હતું.
મંદિર પરિસરમાં બંને બહેનો લાંબા વસ્ત્રો પહેરીને અને તેની સાથે દુપટ્ટા લીધેલી જોવા મળી હતી.
તેમના હાથમાં જમવાની બાલ્ટી છે અને તેઓ બાળકોને ભોજન પીરસી રહી છે. આ દરમિયાન તે બાળકો સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરતી જોવા મળે છે.
ઈન્ટરનેટ પર વાયરલ આ તસવીરોમાં કિમ અને ખ્લો ઉપરથી નીચે સુધી ભારતીય કપડામાં ઢંકાયેલી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંને બહેનોના સેવાકીય કાર્યોના વખાણ કરી રહ્યા છે.
તેમણે અચાનક જ ઈસ્કોન મંદિરની મુલાકાત નથી લીધી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના ભારત પ્રવાસ પ્લાનમાં પહેલેથી જ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તેમણે પહેલા હાઈ-પ્રોફાઈલ અંબાણીના લગ્નમાં હાજરી આપી અને પછી મંદિરની મુલાકાત લીધી હતી.
જ્યાં બંને બહેનો તેમની સીરિઝ 'ધ કાર્દાશિયન્સ'નું શૂટિંગ પણ કરી રહી હતી. તેમની સાથે મંદિરમાં કેમેરા ક્રૂ પણ જોવા મળી હતી.
અહેવાલ મુજબ, આ રિયાલિટી સ્ટાર્સે અંબાણીના ભવ્ય લગ્ન સમારોહના બીજા દિવસે શનિવારે (13 જુલાઈ) મંદિરની મુલાકાત લીધી હતી.
લગ્ન પછી બંને બહેનો ઈટલી ગઈ હતી, જ્યાં તેઓ તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી અને ફ્લોરેન્સમાં એક ફેશન શોમાં પણ ભાગ લેતી જોવા મળી હતી.