લગ્નના દોઢ મહિના પછી, કીર્તિ સુરેશે શેર કર્યા પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો

દક્ષિણ અભિનેત્રી કીર્તિ સુરેશે 2024ના છેલ્લા મહિનામાં તેના લોંગ ટર્મ બોયફ્રેન્ડ એન્ટોની થટ્ટીલ સાથે હિન્દુ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા હતા.

એક્ટ્રેસના લગ્નને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, તેણે તાજેતરમાં જ તેના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો શેર કર્યા છે..

કીર્તિએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતી વખતે લખ્યું કે 'આ મારા અંદરની તમિલ છોકરી માટે છે.'

કીર્તિએ તેના આઉટફિટમાં તમિલ છોકરીનો ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. તેની ઇયરરિંગ્સ,અ પણ 'મનમગલ' લખેલું છે, જેનો અર્થ દુલ્હન થાય છે.

એક્ટ્રેસ તેના મહેંદીના ફંક્શનનો સંપૂર્ણ આનંદ માણતી જોવા મળે છે, આ ફોટોમાં તે મહેંદી લગાવતી અને બધા સાથે ડાન્સ કરતી પણ જોવા મળે છે.

કીર્તિ અને એન્ટોનીની લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ જ્યારે કીર્તિ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને એન્ટોની કેરળના કોચીની એક કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો.

આ ફોટો પહેલા પણ કીર્તિએ તેના પ્રી-વેડિંગ ફોટો પોસ્ટ કર્યા હતા, જેમાં તે ભારતીય લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કીર્તિ અને એન્ટોનીએ 12 ડિસેમ્બર, 2024ના રોજ લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર, બંને છેલ્લા 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.