ભારતીય ક્રિકેટર કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
કેદાર જાધવે 16 નવેમ્બર, 2014માં શ્રીલંકા વિરૂદ્ધ રાંચીમાં વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 8 ફેબ્રુઆરી 2020માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં અંતિમ મેચ રમી હતી.
કેદાર જાધવે ટીમ ઇન્ડિયા તરફથી 73 વન ડે, 9 ટી-20 મેચ રમી છે.
કેદાર જાધવ વન ડેમાં 1389 રન અને 9 ટી-20 મેચમાં 58 રન બનાવ્યા છે.
કેદાર જાધવે 95 IPL મેચમાં 1208 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 અડધી સદી ફટકારી છે.
IPLમાં કેદાર જાધવ દિલ્હી કેપિટલ્સ, કોચ્ચી ટસ્કર્સ કેરલ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે.