લક્ઝરી કારનો શોખીન છે કાર્તિક આર્યન, અહીં જુઓ કલેક્શન
કાર્તિક આર્યન બોલિવૂડનો ઉભરતો સ્ટાર છે. એક્ટરે ઘણી હિટ ફિલ્મો આપી છે. એક્ટિંગની સાથે કાર્તિકને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે.
હાલમાં જ કાર્તિકે તેના કાર કલેક્શનમાં એક લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે. એક્ટરે Range Rover SV ખરીદી છે, જેની કિંમત 6 કરોડ રૂપિયા છે.
કાર્તિકે તેના ઘણા ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતી. જેમાં તેની પેટ ડોગ કટોરીને લઈને નવી કારની ડિક્કીમાં સૂતો જોવા મળે છે.
કાર્તિક પાસે ઓરેન્જ કલરની McLaren GT કાર પણ છે, જેની કિંમત 3.72 કરોડ રૂપિયા છે, 'ભૂલ ભુલૈયા 2'ની સફળતાથી ખુશ થઈને ભૂષણ કુમારે એક્ટરને આ કાર ગિફ્ટ આપી હતી.
થોડા વર્ષો પહેલા, એક્ટરે માતાના જન્મદિવસ પર તેમને કન્વર્ટિબલ Mini Cooper ગિફ્ટમાં આપી હતી. આ કારની કિંમત લગભગ 45.50 લાખ રૂપિયા છે.
BMW 5 Series 520d પણ એક્ટરના કાર કલેક્શનમાં સામેલ છે. એક અહેવાલ મુજબ કાર્તિકે કહ્યું હતું કે આ તેની ડ્રીમ કાર છે. તે શાળાના દિવસોથી જ તેને ખરીદવા માંગતો હતો.
કાર્તિક પાસે બ્લેક કલરની Lamborghini પણ છે. જેની કિંમત લગભગ 3.45 કરોડ રૂપિયા છે.