49 વર્ષે પણ ફિટ છે કરિશ્મા કપૂર, જાણો તેનો ડાયટ પ્લાન

90ના દાયકાની મોસ્ટ સક્સેસફુલ હીરોઇન કરિશ્મા કપૂરે ઘણી હિટ અને અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

49 વર્ષની કરિશ્મા કપૂરની ફિટનેસનું રાઝ સૌ કોઈ જાણવા ઇચ્છે છે, અભિનેત્રીને જોઈને કોઈપણ તેની ઉંમરનો અંદોજો લગાવી નથી શકતું.

આજે અમે તમને કરિશ્મા કપૂરની ફિટનેસ અંગે જણાવશું. અભિનેત્રી દિવસની શરૂઆત જૂસી ગ્રેપ ફ્રૂટ્સથી કરે છે.

યુવાન દેખાવવા માટે અભિનેત્રી તાજા ફળોનું સેવન કરે છે. તે વધુમાં વધું ફળો ખાય છે જેથી સ્કિન ગ્લો કરે છે.

આ ઉપરાંત કરિશ્મા કપૂર ડેલી વર્કઆઉટ કરે છે. અભિનેત્રી યોગ અને કાર્ડિયો કરે છે, ઉપરાંત કરિશ્મા વેટ ટ્રેનિંગ પણ કરે છે.

કસરત ઉપરાંત કરિશ્મા કપૂર હેલ્ધી ડાયટ પર પણ ફોકસ કરે છે. અભિનેત્રીને આઈસ્ક્રીમ ખાવું પસંદ છે.

કરિશ્મા કપૂર ફિટ રહેવા માટે અને ગ્લોઇંગ સ્કિન માટે દિવસભર હાઇડ્રેટ રહે છે. અભિનેત્રી આખો દિવસ ભરપૂર પાણી પીવે છે.

કરિશ્મા કપૂર ડાયટ અને કસરત બંનેનું ધ્યાન રાખે છે. જો તમે પણ ફિટ રહેવા માંગો છો તો તમે પણ અભિનેત્રીના ફિટનેસ રૂટીનને ફોલો કરી શકો છો.