માલદીવમાં કરીના બિકિનીમાં તો સૈફ શર્ટલેસ લુકમાં, જુઓ PHOTOS

કરીનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માલદીવમાં તેના પરિવાર સાથે બિકિનીમાં ઘણી બોલ્ડ તસવીરો શેર કર્યા છે.

આ તસવીરોમાં સૈફ અલી ખાન પણ શર્ટલેસ લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. સૈફ અલી ખાન નિયોન કલરના પેન્ટમાં હેન્ડસમ લાગતો હતો.

આ તસવીરો સાથે કરીનાએ લખ્યું, "શનિવારની સેલ્ફી જેમાં પતિ પણ સામેલ છે."

આ તસવીરોમાં કરીનાએ નો-મેકઅપ લુક પસંદ કર્યો હતો, જે તેની કુદરતી સુંદરતા દર્શાવે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે.

કરીના કપૂર ખાનની ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

આ તસવીરોમાં કરીનાને બિકીનીમાં જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.