બોલિવૂડની ડીવા એક્ટ્રેસ કરીના કપૂર દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. તે દરેક સ્ટાઇલને ફ્રી સ્પિરિટની જેમ કેરી કરે છે.

કરીનાની આ જ અદાઓ પર કદાચ સૈફ અલી ખાન પણ ફિદા છે. એક્ટ્રેસ 44 વર્ષની છે, તેણે આટલા વર્ષોમાં પોતાના બદલતા લુક્સ અને સૈફના પ્રેમ વિશે વાત કરી.

કરીનાએ જણાવ્યું કે, તેને બોટોક્સની જરૂર નથી કારણ કે સૈફ તેને આજે પણ આવી જ રીતે પસંદ કરે છે.

કરીનાએ કહ્યું, ટીન્સમાં હું માત્ર એક પંજાબી કપૂર હતી. કોઈ પણ પ્રકારની ચિંતા વિના ફૂડ અને લાઇફની મજા લેતી હતી. હું ગુડ ફીલ કરવામાં વિશ્વાસ કરું છું.

ઉંમર બ્યુટીનો એક ભાગ છે. આ રિંકલ્સથી લડવા અથવા યંગ દેખાવાના પ્રયાસ કરવા માટે નથી. આ તમારી ઉંમરને અપનાવવા અને તેનાથી પ્રેમ કરવા વિશે છે.

હું 44 વર્ષની છું અને મેં ક્યારેય શ્રેષ્ઠ મહેસુસ નથી કર્યું. મને બોટોક્સ અથવા કોઈ કોસ્મેટિક સર્જરીની જરૂર મહેસુસ નથી થતી.

મારો પતિ મને સેક્સી સમજે છે, મારા મિત્રો કહે છે કે હું વંડરફૂલ દેખાવ છું અને મારી ફિલ્મો સક્સેસફૂલ થઈ રહી છે. હું એવા પાત્રો ભજવી રહી છું જે મારી ઉંમરને દર્શાવે છે અને મને તેના પર ગર્વ છે.

કોઈ રોલ માટે સાઇઝ ઝીરોમાં જવાનું ક્યારેય પ્લાનિંગ નહોતું કર્યું. આ માત્ર એવું હતું જેવું મેં કર્યું. મેં ક્યારેય નથી વિચાર્યું કે આ આટલા ક્રેઝ પેદા કરશે.

કરીનાએ આગળ કહ્યું, શરૂઆતથી જ મને વિશ્વાસ હતો કે મારી ટેલેન્ટ અને મહેનત મને કામ અપાવશે. મેં મારું ધ્યાન રાખ્યું, ફિટ રહી અને ખુદનું બેસ્ટ વર્ઝન બનાવ્યું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીનાની ‘ધ બકિંઘમ મર્ડર્સ’ 13 સપ્ટેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં એક્ટ્રેસ ડિટેક્ટિવના રોલમાં છે.