કંગના રનૌત સાડીમાં લાાગે છે અતિ સુંદર, તમે પણ અભિનેત્રી પાસેથી લઈ શકો છો આ આઈડિયા

સિલ્કની સાડીઓ પસંદ હોય તો આ ગોલ્ડન સિલ્ક સાડી તમારા માટે પરફેક્ટ રહેશે. તમે તમારા ગળામાં મોતીનો હાર, કાનમાં નાની બુટ્ટીઓ અને તમારા વાળમાં બન બનાવીને દેખાવમાં ગ્લેમર લાગશો.

કંગનાની આ ઓરેન્જ ગોલ્ડન વર્કની સાડી પણ ઘણી સારી છે. લગ્નમાં તમે આ પ્રકારની સાડી સરળતાથી કેરી કરી શકો છો. તમે તમારા વાળમાં ફ્લાવર બન બનાવીને અને કાનમાં હેવી એરિંગ્સ અને ગળામાં હાર પહેરીને લુક અલગ દેખાશે.

ઓફ શોલ્ડર બ્લુ ગોલ્ડન સાડી પણ કેરી કરી શકો છો. કાનમાં નાની બુટ્ટી, ગળામાં ચોકર સ્ટાઈલનો નેકલેસ અને વાળમાં બન તમારા દેખાવમાં વધારાનું ગ્લેમર ઉમેરશે. તમે ડાર્ક મેકઅપથી તમારો લુક કમ્પ્લીટ કરો.

કંગનાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન લાલ-ગુલાબી અને નારંગીના ત્રણ શેડ્સ મિશ્રિત આ સાડી પહેરી હતી. તે લીલા ઝવેરાત અને પોનીમાં પાછળ બાંધેલા વાળ સાથે ખૂબ જ સુંદર દેખાતી હતી.

ગોલ્ડન ફુલ સ્લીવ સાડી પહેરી શકો છો. તમે વાળમાં હાઈ બન, હેવી નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે પણ કંઈક અલગ ટ્રાય કરી શકો છો. હાઇટ સારી છે તો આ લુક તમારા માટે પરફેક્ટ રહેશે.