‘મને માત્ર રતન કહો’, અર્ચના પૂરણ સિંહે શેર કર્યો તેમની સાથે છેલ્લી મુલાકાતનો કિસ્સો

બિઝનેસમેન રતન ટાટાના નિધનથી દેશને એક મોટો ઝટકો લાગ્યો છે. 86 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

બોલિવૂડ સેલેબ્સ પણ તેમના નિધનથી શોકમાં છે. એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહે પણ દુઃખ વ્યક્ત કરતા પોતાની મુલાકાતનો કિસ્સો શેર કર્યો છે.

અર્ચના જ્યારે તેમને મળી હતી ત્યારે તે ખૂબ યંગ હતી. રતન ટાટાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી વખતે એક્ટ્રેસે જણાવ્યું કઈ રીતે રતન ટાટાએ તેને પ્રેરિત કરી હતી.

અર્ચના લખે છે, અમારી એક કલાકની વાતચીત દરમિયાન મને એ વાતનો અહેસાસ નથી થયો કે, હું એક લિવિંગ લિજેન્ડ રતન ટાટાને મળી રહી છું.

જ્યારે હું બોમ્બે શહેરમાં નામ હાંસલ કરવા મારા સપના વિશે વાતો કરી રહી હતી ત્યારે તેમણે મને સહેજ પણ એવો અહેસાસ ન થવા દીધો કે તેમનો સમય કેટલો મહત્ત્વનો છે.

તેમણે મારા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું અને મને જે સલાહ આપી, તેમાં તેમના દયાળુ, સપોર્ટિવ અને પ્રેરણા આપનારા વ્યક્તિત્વની ઝલક જોવા મળી રહી હતી.

છેલ્લા કેટલાક દાયકાઓમાં જે કંઈ પણ હું છું તે બનવાના મારા સંકલ્પને તમે મજબૂત કર્યો છે. અને તેના માટે હું તમારો આભાર પણ ન માની શકી, તેના માટે મને ખૂબ દુઃખ છે. તમને બીજી વખત ન મળી શકવાનો મને દુઃખ છે.

મને યાદ છે મેં તમને સર કહીને સંબોધન કર્યું ત્યારે તમે કહ્યું હતું કે, પ્લીઝ મને માત્ર રતન કહો. તમારી સાદગી 4 દાયકાઓ પછી પણ અવિસ્મરણીય છે.

રતન સર, તમને માત્ર એક કલાક માટે જાણવાના સન્માન માટે આભાર. એક સાચા ભારતીય રાષ્ટ્રવાદી હોવા પર અને ભારતીયોની એક કરતા વધુ પેઢીઓને પ્રેરિત કરવા માટે આભાર.

જેથી તેઓ જેટલું વિચારી શકતા હતા, તેનાથી ક્યાંય વધુ બની શકે. તમારી આત્માને શાંતિ મળે અને તમે હંમેશા માટે સર્વશક્તિમાન ભગવાનની કૃપા અને આશીર્વાદ મહેસૂસ કરો.