ક્રિકેટના 'ભગવાન' સચિનના આ રેકોર્ડની લગોલગ પહોંચ્યો રૂટ

ટેસ્ટ ક્રિકેટમાં એક્ટિવ ક્રિકેટરોમાં સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન 32-32 સદી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે.

ક્રિકેટમાં જ્યારે પણ રેકોર્ડની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ સચિન તેંડુલકરનું આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી અને સૌથી વધુ રનના સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પણ કોઈ નથી લાગતું. પરંતુ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનનો તેનો રેકોર્ડ વધારે સમય માટે ટકશે એવું લાગતું નથી. એવું લાગે છે કે નજીકના સમયમાં ઈંગ્લેન્ડનો ખેલાડી જો રૂટ તેનો આ રેકોર્ડ તોડી નાખશે.

ત્રીજા નંબર પર 29 સદી સાથે ભારતીય બેટર વિરાટ કોહલી છે. ઓવરઓલ વાત કરીએ તો સચિન તેંડુલકરે સૌથી વધુ 51 ટેસ્ટ સદી ફટકારી છે.

જો રૂટે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં 143 રન બનાવ્યા હતા. તેણે 206 બોલની ઈનિંગમાં 18 ચોગ્ગા ફટકાર્યા હતા. જો રૂટની આ 33મી સદી છે. આ સાથે તે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર એક્ટિવ ક્રિકેટર બની ગયો છે.

સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે. જો રૂટે 145 ટેસ્ટ મેચમાં 12274 રન બનાવ્યા છે. સચિન કરતા જો રૂટ હાલ 3647 રન પાછળ છે. આવી સ્થિતિમાં જો રૂટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રનની નજીક આવે અથવા તેને પાછળ છોડી દે તે કોઈ મોટી વાત નથી લાગતી.