Jioએ આ રિચાર્જ પ્લાનની કિંમતમાં કર્યો ઘટાડો, સાથે મળશે વધુ વેલિડિટી
જુલાઈમાં તમામ ખાનગી કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. ત્યારથી, એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના લાખો યુઝર્સ ઘટ્યા છે.
હવે Jio એ તેનો એક પ્લાન ફરીથી લૉન્ચ કર્યો છે, એટલે કે પ્લાનની કિમતમાં કરેલો વધારો પાછો ખેંચ્યો છે. જેમાં યુઝર્સને પહેલા કરતા વધુ વેલિડિટી મળશે.
જુલાઈમાં રૂ. 999નો પ્લાન રૂ. 200 મોંઘો કર્યો હતો. અને તે હવે આ પ્લાન 1,199 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો કે હવે તેમાં ધટાડો કરી ફરી 999માં લોન્ચ કર્યો છે.
હવે આ પ્લાનમાં યુઝર્સને 14 દિવસની વધારાની વેલિડિટી મળશે. એટલે કે કુલ 98 દિવસની વેલિડિટી મળશે, સાથે અન્ય લાભ તો ખરા જ.
આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે વાત કરીએ તો, યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત ફ્રી કૉલિંગ અને નેશનલ રોમિંગનો લાભ મળશે.
Jio આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા સાથે કુલ 196GB ડેટાનો લાભ મળશે.
તેમજ દરરોજ 100 ફ્રી SMS આપવામાં આવશે. આ સિવાય યુઝર્સને Jioની કોમ્પ્લિમેન્ટરી એપ્સનો ફ્રી એક્સેસ મળશે.