શું તમને યાદ છે કે, કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં શાહરૂખ ખાન અને કાજોલના દીકરાની ભૂમિકા ભજવનાર તે નાનો છોકરો?

ક્રિશ રાયચંદના પાત્રથી બધાનું દિલ જીતનાર એક્ટરનું નામ જિબ્રાન ખાન છે જે હવે મોટો થઈ ગયો છે અને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

જિબ્રાન ખાન ફિલ્મ 'ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ફિલ્મમાં જિબ્રાનના પાત્રનું નામ સાહિર છે.

જિબ્રાન ખાન ઉપરાંત આ ફિલ્મમાં હૃતિક રોશનની બહેન પશ્મિના રોશન અને અભિનેતા રોહિત સરાફ પણ છે. પશ્મિના રોશનની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે.

ફેન્સે તેને બાળપણમાં જોયો હતો જેને લગભગ 20 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષો પછી હવે જિબ્રાન પડદા પર કમબેક કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

'કભી ખુશી કભી ગમ' ઉપરાંત જિબ્રાને બાળ કલાકાર તરીકે ફિલ્મ 'ક્યોકી મેં જૂઠ નહીં બોલતા' અને 'રિશ્તે'માં એક્ટિંગ કરી છે.

જિબ્રાનના પિતા પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ખાન છે, જેમણે 1988માં આવેલી બીઆર ચોપરાની સીરિયલ 'મહાભારત'માં અર્જુનની ભૂમિકા ભજવી હતી.

જિબ્રાને વર્ષ 2000માં બીઆર ચોપરાની સીરિયલ 'વિષ્ણુ પુરાણ'માં ધ્રુવની ભૂમિકા ભજવી. K3Gથી તેણે બાળ કલાકાર તરીકે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો.