'તારક મહેતા'ના આ સીનથી પરેશાન થઈ ગઈ હતી ઝીલ મહેતા, કહ્યું- 'તે ટ્રોમા...'

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઝીલ મહેતા આ દિવસોમાં સમાચારમાં છે.

ઝીલ મહેતાએ તાજેતરમાં જ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા છે.

ઝીલ મહેતાને આ શો છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ તે તેના પાત્ર માટે ચર્ચામાં રહે છે. હવે તેણે 'તારક મહેતા'ના એક સીન વિશે ખુલાસો કર્યો છે.

ઝીલે વર્ષ 2012માં આ કોમેડી શો છોડી દીધો હતો. તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન, ઝીલ મહેતાએ શોના તે એપિસોડને યાદ કર્યો જેના કારણે તે ટ્રોમામાંથી પસાર થઈ હતી.

ઝીલ મહેતાએ પોડકાસ્ટમાં શો વિશે વાત કરી રહી હતી. આ દરમિયાન તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના શૂટિંગનો અનુભવ યાદ કર્યો હતો.

શોમાં તેના પહેલા સીનને યાદ કરતા ઝીલે કહ્યું, 'પહેલો સીન એ હતો જ્યાં ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો હતો અને હું બાલ્કનીમાં આવીને તેને હેલો કહી રહી હતી અને તેને ચીયર કરી રહી હતી.'

પછી જે થયું તે જોઈને તે પરેશાન થઈ ગઈ હતી. તેણે કહ્યું, 'ટપ્પુના લગ્નનો એપિસોડ મારા માટે કોઈ ટ્રોમાથી ઓછો નહોતો.'

ઝીલે આગળ કહ્યું, 'મને વિચાર આવવા લાગ્યો કે હું આ સિરિયલ કેમ કરી રહી છું? જેમાં બાળ લગ્ન થઈ રહ્યા છે.'

ઝીલે એમ પણ કહ્યું, 'મહું ઘણું બધું વિચારવા લાગી હતી, પરંતુ જ્યારે મેં એપિસોડ જોયો ત્યારે મને સમજાયું કે તે ફક્ત એક સ્વપ્ન હતું.'