'જેઠાલાલ' એક દિવસમાં આટલા લાખ રૂપિયા કમાય છે
દિલીપ જોષી 'જેઠાલાલ'ના પાત્રથી દરેક ઘરમાં ફેમસ થયા.
પોતાના દમદાર અભિનય અને કોમિક ટાઈમિંગથી દર્શકોને હાસ્યનો ડોઝ આપનાર અભિનેતા દિલીપ જોશી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
'તારક મહેતા...' શોથી તેમને ઘણી લોકપ્રિયતા મળી, તેમણે પોતાની સ્ટાઈલ, પાત્ર અને કોમેડીથી ચાહકોના દિલ જીતી લીધા અને દુનિયાભરમાં ખ્યાતિ મેળવી.
આજે તે વૈભવી જીવન જીવે છે, ભલે આજે તે કરોડોમાં રમે છે પરંતુ સંઘર્ષના દિવસોમાં તેઓ માત્ર 50 રૂપિયાની ફીમાં કામ કરતાં હતા
દિલીપે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, ઘણા સંઘર્ષ પછી આખરે તેમને 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
દિલીપ જોશીની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા 5 વર્ષમાં દિલીપ જોશીની નેટવર્થમાં 135%નો વધારો થયો છે.
તે એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા લે છે. અઠવાડિયામાં પાંચ એપિસોડ હિસાબે એક અઠવાડિયામાં સરળતાથી 7.5 લાખ રૂપિયા કમાઈ લે છે.
દિલીપ જોશીના પરિવારમાં તેમની પુત્રી નિયતિ, પુત્ર ઋત્વિક છે. દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે અને તે શોબિઝથી દૂર રહે છે.
દિલીપ જોષીએ નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિકસમાંથી બીસીએ કર્યું છે. અભ્યાસ દરમિયાન, તેમને ભારતીય રાષ્ટ્રીય રંગભૂમિમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.