લગ્નના એક વર્ષ બાદ વેડિંગ એનિવર્સરી પર આ લેસ્બિયન કપલનો સોશિયલ મીડિયામાં રોમાંટિક અંદાજ જોવા મળ્યો

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેસ જોનાસેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ સરાહ ગુડેરહમ સાથએ ગત વર્ષે 6 એપ્રિલે લગ્ન કર્યા હતા

જેસે પોસ્ટ લખી કે, મારી શાનદાર પત્નીને લગ્નની પહેલી એનિવર્સરી મુબારક, હું ખૂબજ આભારી છું કે મને તમારી સાથે જીવવાનો મોકો મળ્યો

વિશ્વાસ નથી થતો કે આપણે ગત વર્ષે આ સમયે હવાઈના સમુદ્ર તટ પર હતા

વર્ષ 2018માં જ બંનેએ સગાઈ કરી લીધી હતી, કોરોનાને કારણે તેમણે વર્ષ 2023માં લગ્ન કર્યા હતા.

જેસ જોનાસન મહિલા પ્રીમિયર લીગ 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા નજર આવી હતી