પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો.

પંડિત જવાહરલાલ નેહરૂ બાળકોને પ્રેમ કરતા હતા એવામાં તેમના જન્મદિવસને બાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

જવાહરલાલ નેહરૂએ 1947થી 1964 સુધી ભારતના પ્રથમ વડાપ્રધાનના રૂપમાં દેશનું નેતૃત્ત્વ કર્યું છે.

પંડિત નેહરૂ હંમેશા બંધ ગળાનો કોટ પહેરતા અને ખિસ્સામાં લાલ ગુલાબ રાખતા હતા.

નેહરૂના કાર્યકાળમાં જ દેશને AIIMS,IIT અને IIM જેવી શૈક્ષણિક સંસ્થાઓ મળી છે

27 મે 1964માં હાર્ટ એટેકને કારણે પંડિત નેહરૂનું નિધન થયું હતું. 15 લાખ લોકો તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.