IPL 2025 વચ્ચે જસપ્રીત બુમરાહે પૂરી કરી ત્રેવડી સદી
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.
આ સમયના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંથી એક બુમરાહ હાલમાં IPL 2025માં વ્યસ્ત છે અને અહીં જ તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
બુમરાહે IPLની વચ્ચે પોતાની ત્રેવડી સદી પૂરી કરી લીધી છે. આ ત્રેવડી સદી બેટ નહીં પણ બોલ સાથે પૂરી કરી છે.
IPLમાં, મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર પેસરે T20 ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન બુમરાહે હેનરિક ક્લાસેનની વિકેટ લેતાની સાથે જ તેણે પોતાની 300 T20 વિકેટ પૂરી કરી હતી.
બુમરાહે 238 ટી20 મેચોમાં આ સિદ્ધિ મેળવી અને તે યુઝવેન્દ્ર ચહલ, પીયૂષ ચાવલા, ભુવનેશ્વર કુમાર અને રવિચંદ્રન અશ્વિન પછી આવું કરનાર પાંચમો ભારતીય બોલર બન્યો છે.
બુમરાહની 300 વિકેટમાંથી 89 વિકેટ T20I ક્રિકેટમાં છે, જ્યારે 170 વિકેટ IPLમાં છે.