જાહ્નવી કપૂર અને તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ઘણી વખત સમય વિતાવતા જોવા મળે છે.
બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેનો તેનો રોમાન્સ કોઈથી છુપાયેલો નથી. ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં પણ કપલ સાથે જ દેખાય છે.
એક પાપારાઝીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ શેર કરી છે કે, જાહ્નવી તિરુપતિ મંદિરમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી રહી છે.
પોસ્ટમાં લખ્યું હતું કે, જાહ્નવી ગોલ્ડન સાડી પહેરીને તિરુપતિ મંદિરમાં શિખર સાથે લગ્ન કરશે. આ અફવાનો જવાબ પણ જાહ્નવી કપૂરે પોતાના અંદાજમાં આપ્યો છે.
જાહ્નવી કપૂરે આ પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યું, ‘કંઈ પણ’. એક્ટ્રેસનો આ જવાબ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ જાહ્નવીના જવાબ પર પોતાની હસી નથી રોકી શકતા.
શિખર પહાડિયા સાથે પોતાના સંબંધ વિશે જાહ્નવી કપૂરે ‘કોફી વિથ કરણ’ સિઝન 8માં ખુલીને વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે, ‘પપ્પા બોની અને બહેન ખુશી સિવાય શિખર પણ તેની સ્પીડ ડાયલ લિસ્ટમાં સામેલ છે.’ શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે.
શિખર અને જાહ્નવીએ પહેલા એક-બીજાને ડેટ કર્યું હતું, પરંતુ પછી બંને જુદા થઈ ગયા હતા. જોકે, હવે ફરી બંને રિલેશનમાં છે.
પાર્ટીઝ અને ઈવેન્ટ્સ ઉપરાંત બંને ઘણી વખત તિરુપતિ મંદિરમાં સાથે દર્શન કરવા પણ ગચા છે. બંનેનો વીડિયો પણ વાયરલ થયો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી ટૂંક સમયમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. જેમાં તેના ઓપોઝિટ રાજકુમાર રાવ હશે. ફિલ્મ 31 મેના રિલીઝ થશે.