રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં અંબાણી પરિવારની વહુ બનવા જઈ રહી છે. રાધિકા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન કરવા જઈ રહી છે.
થોડા દિવસો પહેલા આ કપલે પ્રી-વેડિંગ ફંક્શન કર્યું હતું. હવે રાધિકાની બેચલર પાર્ટી થઈ છે. આ પાર્ટીમાં ગર્લ ગેંગે ખૂબ જ મસ્તી કરી હતી.
રાધિકા મર્ચન્ટ અને જાહ્નવી કપૂર ખૂબ જ સારા મિત્રો છે. જાહ્નવીએ તેની BFF માટે બેચલર પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીની થીમ પિંક હતી, જેમાં બધાએ પિંક કલરનો નાઈટ સૂટ પહેર્યો હતો. આખી ગર્લ ગેંગ ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
આ પાર્ટીમાં જાહ્નવીની સાથે રાધિકાની ભાવિ જેઠાણી શ્લોકા મહેતા અને નણંદ ઈશા અંબાણી પણ જોવા મળી હતી.
જ્યાં આખી ગર્લ ગેંગ પિંક કલરના નાઈટ સૂટમાં દેખાતી હતી ત્યારે બ્રાઇડ ટૂ બી રાધિકાએ સફેદ નાઈટ સૂટ પહેર્યો હતો.
આ પાર્ટીની ખાસ વાત એ હતી કે, તેમાં છોકરાઓ પણ જોવા મળ્યા હતા. જાહ્નવીનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ વરરાજા અનંત સાથે જોવા મળ્યો હતો.
તસવીરોમાં તમામ છોકરાઓ ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. તમામ યુવતીઓ પણ ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી.
તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિખર ફ્લોર પર સૂઈને ડાન્સ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન એક મહિના પછી થવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર, જાહ્નવીએ મુંબઈના જે. કે. હાઉસમાં આ પાર્ટી હોસ્ટ કરી હતી, જેની તમામ તસવીરો જાહ્નવી, રાધિકા અને તેમના મિત્રોએ શેર કરી છે.