21 વર્ષની કારકિર્દી, 991 વિકેટ... હવે મળ્યું દેશનું સૌથી મોટું સન્માન
ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર જેમ્સ એન્ડરસનને ઈંગ્લેન્ડમાં એક મોટું સન્માન મળ્યું છે.
એન્ડરસને ગયા વર્ષે જુલાઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેની ઈન્ટરનેશનલ કારકિર્દી 21 વર્ષ સુધી ચાલી.
જેમ્સ એન્ડરસનને ઈંગ્લેન્ડ ક્રિકેટમાં તેના યોગદાન બદલ નાઈટહૂડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
જેમ્સ એન્ડરસન સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે. તેણે ઈંગ્લેન્ડ માટે કુલ 401 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ રહ્યો હતો. તેણે 188 ટેસ્ટ મેચમાં 704 વિકેટ લીધી હતી.
જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ માટે 194 ODIમાં 269 વિકેટ અને 19 T20I મેચમાં 18 વિકેટ લીધી હતી. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 991 વિકેટ લીધી હતી.
નિવૃત્તિ પછી, જેમ્સ એન્ડરસન કોચની ભૂમિકામાં જોવા મળ્યો, તે ઈંગ્લેન્ડના કોચિંગ સ્ટાફનો ભાગ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર