જેકલીન ફર્નાન્ડીઝે શેર કર્યા Cannes 2025ના ફોટો
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ફ્રાન્સ ગઈ છે.
જેકલીન રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના ભાગ રૂપે કાન્સ 2025 માં 'વુમન ઈન સિનેમા' માં સન્માનિત થનારાઓમાંથી એક છે.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આગામી કાર્યક્રમ અને સન્માન માટે આભાર અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની ઘણી તસવીરો શેર કરી.
શેર કરાયેલા ફોટોમાં, અભિનેત્રીએ વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે, જેમાં ઘણી સિલ્વર ચેઈન છે, અભિનેત્રી તેમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
જેક્લીને પોતાના વાળ સુંદર રીતે સ્ટાઇલ કર્યા હતા અને મિનીમલ મેકઅપ અને ઇયરિંગ્સ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો.
અભિનેત્રીએ આ કાર્યક્રમમાં આપેલા ઇન્ટરવ્યુનો એક ફોટો પણ શેર કર્યો.
અભિનેત્રી અગાઉ 2015માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ચૂકી છે. તેણે મલેશિયાની રાણીના આમંત્રણ પર હાજરી આપી હતી.