જંગલી જલેબીનું કરો સેવન, કેન્સર જેવી જીવલેણ બીમારી રોકવામાં કરશે મદદ

ગોરસ આંબલી વિટામિન સીથી સમૃદ્ધ છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ગોરસ આંબલીમાં વિટામિન સી ઉપરાંત પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, થાઇમીન, રિબોફ્લેવિન જેવા ઘણા પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

એક અભ્યાસ અનુસાર ગોરસ આંબલીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

આ ફળનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થાય છે. આ સિવાય તેમાં કેન્સર વિરોધી ગુણો છે જે કેન્સરને રોકવામાં મદદરૂપ છે.

આ સિવાય ગોરસ આંબલી પાચન શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે, જે પેટને સ્વસ્થ રાખે છે. આ ફળ 100થી વધુ રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે.