દર મહિને અધધધ પગાર મળે છે ISROના વૈજ્ઞાનિકને, આ રીતે તમે પણ જોડાઈ શકો છો
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO વિશ્વની સૌથી મોટી અવકાશ એજન્સીઓમાંની એક છે. દેશમાં અનેક યુવાઓનું ISROમાં વૈજ્ઞાનિક બનવાનું સપનું હોય છે.
મોટાભાગના લોકો એ જાણવા માંગે છે કે ISROના વૈજ્ઞાનિકનો પગાર કેટલો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ISROના વૈજ્ઞાનિકોના પગારમાં 6732 રૂપિયાનું મોંઘવારી ભથ્થું, 13,462 રૂપિયાનું મકાન ભાડું, 7200 રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, 364 રૂપિયાનું DA વત્તા TA સામેલ છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી.
ISROમાં વૈજ્ઞાનિક બનવાની લાયકાત વિશે વાત કરીએ તો, ઉમેદવારે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ.
માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.Sc. અને ચાર વર્ષનો B.Tech PhD કોર્સ પણ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિતની સાથે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં પીએચડી કરેલ ઉમેદવારો ISROમાં વૈજ્ઞાનિક બનવા માટે પાત્ર છે.