ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું તો બિઝનેસમેન બન્યો ઈશાન કિશન
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ODIમાં બેવડી સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને બંને ટીમમાં સ્થાન નથી મળ્યું.
ઈશાન કિશન 2023થી ભારતીય ટીમની બહાર છે. ઈશાન સતત ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ તે ભારતીય ટીમમાં કમબેક નથી કરી શક્યો.
આ સમય દરમિયાન, ઈશાને સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે એક મોટી અપડેટ શેર કરી છે.
ઈશાને સોશિયલ મીડિયા સ્ટોરી દ્વારા પોતાના નવા બિઝનેસ વિશે માહિતી આપી છે.
ઈશાન કિશને પોતાના વતન પટનામાં ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. તેની એકેડેમીનું નામ 'ધ ઈશાન કિશન એકેડેમી' છે.
ઈશાને સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી અને કહ્યું કે આ એક નવી શરૂઆત છે અને તે આ સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ઈશાન કિશને ભારત માટે 2 ટેસ્ટ, 27 વનડે અને 32 T20 મેચ રમી છે.