અનંત અંબાણીના લગ્નથી ઈશા અંબાણીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં તે લહેંગામાં જોવા મળી રહી છે. આ લહેંગા ખૂબ જ ખાસ છે જેના વિશે ડિઝાઇનરે માહિતી શેર કરી છે.

ડિઝાઇનરે કહ્યું કે, આ આઉટફિટ બનાવવામાં 4000 કલાકનો સમય લાગ્યો છે. દિલ્હી વિન્ટેજ કંપનીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લહેંગા વિશે માહિતી આપવામાં આવી છે.

ઈશાના ફોટોશૂટને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ પોશાકની થીમ ધ ટ્રી ઓફ લાઈફ છે. આ જ કારણ છે કે, તમે લહેંગામાં ફૂલના પાંદડાની ડિઝાઇન જોઈ શકો છો.

આ લહેંગા ચોલી પરંપરાગત અને સંસ્કૃતિથી ભરપૂર છે. નંદી એક ઝાડ નીચે બેઠો છે. બાજુમાં પક્ષીઓ પણ દેખાય છે.

લહેંગા પર જરદોઝી વર્ક કરવામાં આવ્યું છે. તેની કોતરણીમાં જૂના સિક્કા અને વિન્ટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈશા અંબાણીના લહેંગાનો રંગ સૌથી ખાસ છે જે તેને ભવ્ય દેખાવ આપે છે.

એમાં કોઈ શંકા નથી કે ઈશાએ ફોટોશૂટ પણ ખૂબ જ સુંદર રીતે કરાવ્યું છે. તેના આ પોઝ તેમાં ચાર નહીં પણ ચાલીસ ચાંદ લગાવી રહ્યા છે.