મેટ ગાલામાં ડિઝાઇનર આઉટફિટથી ગ્લેમરસ પ્રિન્સેસ બની છવાઈ ઈશા અંબાણી
મેટ ગાલા 2025 માં ભારતીય કલાકારોએ પોતાના ફેશન અને લુક્સથી લોકોના દિલ જીતી લીધા. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પોતાના ડિઝાઇનર આઉટફિટથી મેટ ગાલામાં ગ્લેમર ઉમેર્યું.
ઈશા અંબાણીએ પાંચમી વખત મેટ ગાલામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે.
આ વખતે તેણે ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલ કાળો, સફેદ અને સોનેરી ડ્રેસ પહેર્યો હતો.
આંતરરાષ્ટ્રીય કારીગરીમાંથી પ્રેરણા લઈને, અનામિકા ખન્નાએ 20 હજાર કલાકની મહેનત પછી ઈશા અંબાણી માટે આ ડ્રેસ તૈયાર કર્યો છે.
આ આઉટફિટમાં ઈશા અંબાણી કોઈ રાજકુમારીથી ઓછી નથી લાગતી.
આ વખતે ઈશાએ સફેદ ભરતકામવાળી કોર્સેટ અને કાળા રંગનું ટેલર પેન્ટ પહેર્યું છે. આ સાથે, ડ્રેસમાં સફેદ કેપથી લુક પૂર્ણ કરવામાં આવ્યો છે.
ઈશાએ આ ડ્રેસ સાથે કોઈ કાનની બુટ્ટી પહેરી નથી, પરંતુ હીરાના હાર અને વીંટીઓ સાથે સ્ટાઇલ પૂર્ણ કરી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર